ઓર્ગેનિક ગોળ
અત્યારના યુગમાં બધી વસ્તુઓ માં ખૂબ જ ભેળસેળ વધી ગઈ છે જે આરોગ્યને નુકસાન અને સ્વાસ્થ્યને હાની કરે છે. તેથી નિરોગી અને સ્વસ્થ જીવન જીવવા માટે આહાર શુદ્ધ લેવો જરૂરી છે. આ ગોળ કોલ્હાપુરની ઓછી ફોસ્ફરસ એવી જમીનની શેરડીમાંથી બને છે જેમાં કુદરતી મીઠાશ આવે છે જેમાં ખારાશ હોતી નથી તથા તે ગોળ માં ખાંડ પણ ઉમેરી ને કુત્રિમ મીઠાશ લાવવા માં આવતી નથી કે જે હાનીકારક હોય છે.
આ ઓર્ગેનિક ગોળ અગ્નિદીપક, મળ અને મૂત્રનું શોધન કરનાર,શ્રમ નાશક, હૃદય માટે હિતકર અને રુચિ ઉત્પન્ન કરનાર છે.
શુભ કાર્યો કરતા પેહલા અથવા કોઈ પરીક્ષામા જતાં વિદ્યાર્થીને ગોળ અચૂક ખવડાવવામાં આવે છે કારણકે તે શુભ અને ઉત્તમ છે. શુદ્ધ ગોળ શરીરના ત્રણેય દોષ (વાત,પિત, કફ) ને નિયંત્રણ કરે છે અને ત્રણેય દોષને સામ્ય કરી શારીરિક અને માનસિક સ્થિરતા આપે છે.
નવો ગોળ વાત નાશક છે અને જૂનો ગોળ પિતનાશક છે. આ ઓર્ગેનિક ગોળ મા કોઈપણ જાતનું artificial flavors,, artificial color, artificial Preservators નાખવામાં આવતા નથી. ગોળ સૂંઠ સાથે લેવાથી વાત નાશક છે, હરડે સાથે લેવાથી પિત નાશક છે અને આદું સાથે લેવાથી કફ નાશક.
ગોળને અનુપાન તરીકે ઘણા બધા સાથે અપાય છે જેમકે
-
હિંગ સાથે માત્ર સુંઘવા થી પણ આધાશીશી રોગને દૂર કરે છે
-
અનારદાણા સાથે લેવાથી હરસને(piles) મટાડે છે
-
જીરા સાથે લેવાથી અતિસાર ને દૂર કરે છે
-
અજમા સાથે લેવાથી પેટના કૃમિ ને નિકાળવામાં ઉપયોગી થાય છે.
આ બધા ફાયદા જો ગોળ શુદ્ધ અને સારો હશે તો જ થશે, પણ સસ્તા ની લાલચમાં આપણે ગુણકારી વસ્તુને છોડી ભેળસેયુક્ત કેમિકલ્સ વાળા ગોળ ખાવાનું પસંદ કરીએ છીએ જેનો કોઇ ફાયદો થતો નથી.
સૌજન્ય: પૂજાબેન વૈદ્ય, અમદાવાદ